જીવન ની જહેમત
જીવન ની જહેમત
અનિશ્ચિતતાઓ નાં ઓટલે રોજ કાનાફૂસી કરે છે,
જિંદગી પણ જીવવા માટે થોડી તો ગપસપ કરે છે.
મહેનત ના મહાસાગરમાં લાખ ડૂબકી મારો,
નસીબ પણ ક્યાંક પોતાની લાગવગ તો કરે છે.
જવાબદારી ની જંગ સામે જજૂમવા પાછળ,
ઇચ્છાઓ પણ ક્યાંક છાનીમાની ફરે છે.
આમ તો સપનાઓ બધા સપના થઇ ગયા,
પણ નવા સોપાનો સર કરવાને દિલ દોડધામ કરે છે.
પ્રેમ ની પછેડીમાં બાંધીને કટાર આજ,
માણસ વિશ્વાસ ની કતલે આમ કરે છે.
પૂરી પ્રાણ ઈશ્વરે ધબકાવી છે જિંદગી, પણ
આ શ્વાસ ને જીવાડવા માણસ રોજ મરણિયા મુકામ કરે છે.
...✍️ કાજલ ની કલમે
