શ્વાસનું શીર્ષાસન
શ્વાસનું શીર્ષાસન
અનિશ્ચિતતાઓનાં ઓટલે રોજ કાનાફૂસી કરે છે,
જિંદગી પણ જીવવા માટે થોડી તો ગપસપ કરે છે,
મહેનતના મહાસાગરમાં લાખ ડૂબકી મારો,
નસીબ પણ ક્યાંક પોતાની લાગવગ તો કરે છે,
જવાબદારીની જંગ સામે ઝઝૂમવા પાછળ,
ઈચ્છાઓ પણ ક્યાંક છાનીમાની ફરે છે,
આમ તો સપનાંઓ બધા સપનાં થઈ ગયા,
પણ નવા સોપાનો સર કરવાને દિલ દોડધામ કરે છે,
પ્રેમની પછેડીમાં બાંધીને કટાર આજ,
માણસ વિશ્વાસની કતલેઆમ કરે છે,
પૂરી પ્રાણ ઈશ્વરે ધબકાવી છે જિંદગી, પણ
આ શ્વાસને જીવાડવા માણસ રોજ મરણિયા મુકામ કરે છે.
