STORYMIRROR

kajal ni kalame

Abstract

3  

kajal ni kalame

Abstract

વિરાંજલિ

વિરાંજલિ

1 min
168

છે શૌર્ય ધરા આ સાહસની

કણકણમાં જેની કુરબાની વસે

આ ભારત છે નિર્ભયી ભોમકા

મરણ શિર જાણી જ્યાં વીર હસે,


વહે ઊંફાણ ખુમારીનું

એ ખમીરવંતોની નસે નસે

દેશપ્રેમની મોંઘેરી મહેંક ને 

મહેકાવે જે શ્વસે શ્વસે,


હાંફે છે જ્યાં દુશ્મન દિગ્ગજ

ત્યાં સપૂતો એ શૂરવીર વસે

હિંદની આ હથેળી પર

રેખાઓ સઘળી શૂન્ય દીસે,


નગ નભ ધરણી મહાં સમંદર

પહેરેગીર પાષાણ પુરંદર 

સાહસ શૌર્ય શહાદતનો 

સંગમ અવિરત યુગ યુગ વહેશે,


લાલ રંગથી રંગાયેલી

માટીમાં એ મૌન હસે

તિરંગો જયારે શાનથી

લહેરાતો આકાશ વિશે,


ધન્ય ભૂમિ જય ભારતની આ

નરબંકા નરનારી દીસે

મટી ગયા માતૃભૂમિને કાજે

એને હૃદય શત કોટી નમન વરસે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract