ગઝલ ગુંજન
ગઝલ ગુંજન
1 min
238
તું નથી તો જિંદગી આ ઝેર છે,
ફૂલને જાણે ખુશ્બૂથી વેર છે,
જોડવા ઝંખી રહ્યો છું લાગણી,
સાંધુ જ્યાં એક પણ તૂટે તેર છે,
વિફળતાઓને ન પૂછે જગત આ,
સફળતાની બસ ચર્ચા ચોમેર છે,
મ્યાનમાં શ્યાહી પૂરી છે પ્રેમની,
કૌવતભરી આ કલમ શમશેર છે,
ક્યાંક ખોવાઈ ગઈ છે જિંદગી,
શ્વાસ નિકળ્યો શોધવા સૌ ઘેર છે.
