જો તું મળે
જો તું મળે
વરસતા વરસાદમાં જો તું એકવાર મળે,
બસ ભીંજાવ તારી સાથે એ સોનેરી પળે,
ઓગળી જાવ તારામાં ભૂલી ભવ આખો,
જો એકવાર તારું આલિંગન મળે,
તારા હાથના એ સ્પર્શથી જાણે નવચેતન મળે,
સમાવી લઉં તને હું શ્વાસમાં,
બસ મન ભરી નીરખવાની
જો એકવાર તારી રજા મળે,
ચાહ્યો છે એક ચાંદ જેનો ના કોઈ પડછાયો જડે,
શોધવાને નીકળું છું રોજ સફર પર,
તારા હૃદયની રાહ પર ક્યાંક મારી પણ ભાળ મળે ?
ગમ્યું એ ચાહવાનો માત્ર એક અવસર મળે,
ઓવારી જાવ મારા વાલમા બસ જો એકવાર તું હામી ભણે,
વામણા લાગે સુખ સ્વર્ગના પ્રેમની પગદંડી પર,
એ જ જાણે જેને આ જગમાં પ્રેમનો પર્યાય મળે.

