STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જાળવજો પ્રેમથી

જાળવજો પ્રેમથી

1 min
328

જિંદગી ઈશ્વરનો ઉપકાર, જાળવજો પ્રેમથી,

ના મળતી એ વારંવાર, જાળવજો પ્રેમથી,


પોતાના જાણીને આપી છે માનવજાતને,

પુણ્યોનો કરી વિચાર, જાળવજો પ્રેમથી,


ના કોઈનું બૂરું તમે મનથીય વિચારજો,

પરહિતના રાખો આચાર, જાળવજો પ્રેમથી,


ફરીફરી ના માનવદેહ રે મળતો,

હરિ સાથે થાઓ એકાકાર, જાળવજો પ્રેમથી,


અવગુણ તમારા હરિ સન્મુખ સ્વીકારજો,

કરજો પાપ તણો એકરાર, જાળવજો પ્રેમથી,


કોરા કાગળ જેવી જિંદગી આપી છે,

સફળ કરજો માનવ અવતાર, જાળવજો પ્રેમથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational