સ્વતંત્રતા
સ્વતંત્રતા

1 min

43
ભેદભાવો જો મટે સાચી મળે સ્વતંત્રતા,
પુણ્ય કાર્યો જો હસે સાચી મળે સ્વતંત્રતા,
ઉચ્ચ સંસ્કારો થકી ઉજળો બને એ જિંદગી,
કાર્ય ઉંચેરા કરે સાચી મળે સ્વતંત્રતા,
મુક્ત મનથી હો વિહરતાં નર અને નારી બધે,
સત્ય વાણીથી સરે સાચી મળે સ્વતંત્રતા,
કર્મ ઓળખ હો જગે ના નામ આગળની ધરે,
નીતિપૂર્વક એ રહે સાચી મળે સ્વતંત્રતા,
જોમ જુસ્સાથી ભરેલો થનગને હૈયે લસી
નવયુવાની જો થમે સાચી મળે સ્વતંત્રતા,
ગર્વ જનની પણ કરે હૈયે વતન હો લાલના,
હેત દિલથી જો ઢળે સાચી મળે સ્વતંત્રતા,
પદ વળે ત્યાં હોય પાવન ક્ષેત્ર આખું પ્રેમથી,
આંખ માંડે ને ફળે સાચી મળે સ્વતંત્રતા.