આઝાદી ક્યાં?
આઝાદી ક્યાં?


આઝાદી મળે દેશને થયા વર્ષ તોતેર,
છતાંયે શોધું આઝાદી હજી ચારેકોર.
ક્યાંક ગુલામી છે વાણી સ્વાતંત્ર્યની,
ક્યાંય બેડી છે થોપાયેલ પરંપરાની.
નથી આઝાદી હજી કાળા કુરિવાજોથી,
નથી આઝાદી હજી બેરહેમ બાળવિવાહથી.
બીમારી છે અહીં જન્મથી જાતિવાદની,
બીમારી છે અહીં પોતાના નાં પક્ષપાતની.
વિવિધતામાં ભલે છે અદ્ભુત એકતા અહીં,
એકતામાં નથી જોને એક્તવનો મત અહીં.
અંખડ મારો દેશ હોય એકતા એની શાન,
હિન્દુસ્તાન છે વલસાડી વાદળની જાન.