Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tushar Jethava 'વંતુ'

Inspirational Others

4  

Tushar Jethava 'વંતુ'

Inspirational Others

રાખડી બાંધવા આવજે

રાખડી બાંધવા આવજે

1 min
102


સાથે રમતાં, ઘડિયું ગણતાં,

મોટા થવાની મોજમાં;

હો... બેનડી, રાખડી બાંધવાને આવજે.


કુકા ને અઠીયો, મારે જીતવામાં,

નિત તું હારતી હોંશમાં;

હો... બેનડી, રાખડી બાંધવાને આવજે.


ભાવતાં ભોજન, મારે કાજ બનતાં,

ખાતી એ રોજે લ્હેરમાં;

હો... બેનડી, રાખડી બાંધવાને આવજે.


ઘરનાં લાડમાં, મારે રે'વાનું રોજ,

કામ કરે એ ઘરમાં;

હો... બેનડી, રાખડી બાંધવાને આવજે.


કાલે ગમતું,મને ઘણું જે,

આજ એકલતાની યાદમાં;

હો... બેનડી, રાખડી બાંધવાને આવજે.


Rate this content
Log in