શિયાળો આવ્યો
શિયાળો આવ્યો
શિયાળો આવ્યો પણ થોડો આવ્યો,
શિમલા-મનાલી જેવો ના જ આવ્યો...
ટાઢે ધ્રુજતા અમે અહીં ઘણાં જોયાં,
પણ બરફમાં રમવાનો વારો ના આવ્યો...
શિયાળો આવ્યો...
અંબોડામાં માથે લૂગડું બાંધતા થઈ ગયા,
ટોપામાં હેર સ્ટાઈલ રાખવાનો વારો ના આવ્યો...
શિયાળો આવ્યો...
બે ઘડી કોટ ને પછી બપોરની ગરમી ભારે,
આખો દિવસ લાંબા કોટનો વારો ના આવ્યો...
શિયાળો આવ્યો...
'તુષાર' કે' જાવ ભલે સિમલા ને મનાલી તમે,
તો પણ ઘર જેવો ક્યાંય છેડો ના આવ્યો...
શિયાળો આવ્યો...