STORYMIRROR

Tushar Jethava

Inspirational

4  

Tushar Jethava

Inspirational

મોબાઈલના માણિગર

મોબાઈલના માણિગર

1 min
551

કહું છું તમોને હજુ વળો પાછા આમ;

મોબાઈલના માણિગર થયા છે તમામ,

પાંચ મિનિટની કલાક રહી જાય કામ;

મોબાઈલના માણિગર થયા છે તમામ.


ઓનલાઈન ચેટિંગ વોઈસ કોલિંગ નેટથી;

વિડીયોનું વ્યસન શેર કરે વટથી,

ફોટો એક ને ટેગ કરે ગામ;

મોબાઈલના માણિગર થયા છે તમામ.


લાઈક કોમેન્ટ શેરિંગ સબસ્ક્રાઇબની દોડમાં;

મોબાઈલ હેંગ થાશે ચાલશે લોડમાં,

મોબાઈલની વરશી થઈ ગઈ આમ;

મોબાઈલના માણિગર થયા છે તમામ.


'વંતુ' કહે ચેતજો આ રાવણથી;

ઉપયોગ એનો કરવો ન અકારણથી,

નવી પેઢીને આપો રામ ને શ્યામ;

મોબાઈલના માણિગર થયા છે તમામ.


કહું છું તમોને હજુ વળો પાછા આમ;

મોબાઈલના માણિગર થયા છે તમામ,

પાંચ મિનિટની કલાક રહી જાય કામ;

મોબાઈલના માણિગર થયા છે તમામ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational