વ્હાલથી વરસી જા
વ્હાલથી વરસી જા
1 min
359
અંગાર જેવી ગરમી સહન થતી નથી હવે,
ઓ વાદળા વ્હાલથી વરસી જા હવે,
ખેતરો પાકની માવજત કરતા થાક્યા હવે,
ઓ વાદળા વ્હાલથી વરસી જા હવે,
પશુઓના પરબ પાણી વિના કોરા થયા હવે,
ઓ વાદળા વ્હાલથી વરસી જા હવે,
જળની ધારા ધરાએ ખૂટી પડી છે હવે,
ઓ વાદળા વ્હાલથી વરસી જા હવે,
'વંતુ'ની કલમ થકી વિનવી મેઘા તને હવે,
ઓ વાદળા વ્હાલથી વરસી જા હવે.
