STORYMIRROR

Tushar Jethava

Drama

3  

Tushar Jethava

Drama

રૂડું મારુ સાસરીયું

રૂડું મારુ સાસરીયું

1 min
430

સોળે સજી શણગાર હું તો હાલી (૨)

સાવરકુંડલા ગામ રૂડું મારુ સાસરીયું...


કુંડલે બિરાજતા લક્ષ્મીનારાયણ (૨)

નાવલીને કાંઠે રે, રૂડું મારુ સાસરીયું...


સ્વયં પ્રગટે મહાદેવ ભોલે (૨)

રિધ્ધિસિધ્ધિ નાથ, રૂડું મારુ સાસરીયું...


ગિરધર વાવ ને દરબાર ગઢની (૨)

વાતે વીતે રાત, રૂડું મારુ સાસરીયું...


જોગીદાસ ને વજેસંગ રાયની (૨)

ભાઈબંધીનો ગઢ, રૂડું મારુ સાસરીયું...


'વંતુ' કહે આ કુંડલા મારુ ને (૨)

હું રે કુંડલાનો, રૂડું મારુ સાસરીયું..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama