STORYMIRROR

Tushar Jethava

Others

4  

Tushar Jethava

Others

કરજે

કરજે

1 min
231

એ ખુદા,

મારો મારગ સાચો રાખજે...

મને અસત્યથી દૂર રાખજે...


મારગ મારો હોય ભલે, કાંટાળો;

હું હસતાં મુખે ચાલતો, સંભાળો;

મારા પગને સ્થાન તારું ચીંધજે...

મારો મારગ સાચો રાખજે...


કાર્ય તારું થાએ નહી, યાદ આપજે;

માનવતા ચૂક થાયે, ફળ આપજે;

જીવન મારું, સરનામું તારું રાખજે...

મારો મારગ સાચો રાખજે...


કણકણમાં વસે છે, પાપથી ઉગારજે;

મારા વિશ્વાસની નાવડીને, હલેસા મારજે;

ભૂલ ભરેલાંને કિનારો બતાવજે...

મારો મારગ સાચો રાખજે...


Rate this content
Log in