બેઉ પડ્યાં પ્રેમમાં
બેઉ પડ્યાં પ્રેમમાં
કૂંચી ને તાળું પડ્યા બેઉ પ્રેમમાં,
ચાલ્યાં એકબીજાનાં સંગાથમાં,
કારખાનાંમાં મળ્યાં ને થયો પ્રેમ,
હનિમૂન કરવાં આવ્યાં એક દુકાનમાં,
નવાં વરઘોડિયાને વેપારી સાચવે,
રોજ ધૂળ સાફ કરે ચિવટમાં,
ગ્રાહક આવી જોવાં લાગ્યાં બેઉને,
ચાવીને હાથ લગાડે તાળું ગુસ્સામાં,
એક ઘર નક્કી થયું ને બેઉ ગયા,
સાથે લટકાવ્યાં બેઉ આવ્યાં ગેલમાં,
માલિક સાચવતો ને રાખતો સંભાળ,
લાગતું જાણે અમે આવ્યાં સ્વર્ગમાં,
એક દિવસ માલિક બહાર ગયા,
લટકાડી દરવાજે ચાલ્યાં મોજમાં,
હું તો લટક્યો એનો વાંધો નથી મને,
મારી કૂંચી લઈ ગયા એ સાથમાં,
સમજાયું જીવતર તે દા'ડે મને,
એકલાં આવ્યાં ને એકલાં જવાનાં.

