મારા જીવનના સાચ્ચા શિલ્પકાર
મારા જીવનના સાચ્ચા શિલ્પકાર


તમે જ મારા વ્યક્તિત્વને નિખાર્યુ છે,
તમે જ મારા જીવનને સવાર્યુ છે.
અવગુણોને દૂર કરી સીંચ્યા નવા ગુણ,
પથ્થર હતી હું અને શિલ્પ બનાવ્યું તમે.
કડક વલણ તો કદી મીઠા શબ્દોથી તમે,
મારા વિઘાર્થીજીવનના દરેક ક્ષણને યાદગાર બનાવ્યા.
વિચાર આવે છે અને આંસુ વહે છે આંખોમાંથી,
કે પોતાના વિઘાર્થીઓ માટે તમે પોતાનું જીવન આપ્યું.
હશે આશય કંઈક નવું શીખવાનો કદાચ એટલેજ,
ઈશ્વરે તમને મારા ગુરુ બનાવ્યા.
મારા તમામ વિઘાર્થીજીવનમાં તમે જ મારા,
ગુરુ બનો એવી ઈશ્વરને પ્રાર્થના.