તમે હતા
તમે હતા
હારી ચૂકી હતી હું બધેથી, ત્યારે મારી હિંમત બનનાર...તમે હતા
જીવનમાં આવતા તોફાનો સામે ઢાલ બની મને રક્ષનાર...તમે હતા,
જ્યારે રસ્તો ન મળે ક્યાંય ને હૃદય ખુબ મૂંઝાય,
ત્યારે શક્તિ બની મારી સાચી રાહ ચીંધનાર...તમે હતા
પથ્થર હતી હું તો કશા મૂલ્ય વિનાની,
પોતાની જાત ઘસી મને ચમકાવનાર...તમે હતા
ઈશ્વરને બધા આ જગના પિતા કહે છે,
ને દરેક ગુરૂના હૃદયમાં ખુદ ઈશ્વર રહે છે
પણ સ્થાન રહેશે તુજથી ઊંચું,હે પ્રભુ..
કારણકે મને ઈશ્વરનો પરિચય આપનાર...તમે હતા.
