કોણ સર્જનહારો છે
કોણ સર્જનહારો છે

1 min

61
રાત પછી એ દિવસ બનતો,
ચાંદ પછી એ સૂરજ બનતો
આ કોણ બદલાવનારો છે ?
આ કોણ સર્જનહારો છે?
કાળા, ધોળા વાદળ કરતો,
મેઘધનુષના રંગો ભરતો,
આ કોણ રંગ ભરનારો છે ?
આ કોણ સર્જનહારો છે ?
ઝાડ, પાન ને કાંટા બનતો,
ફળ, ફુલમાં સઘળે વસતો,
આ ક્યાં ક્યાં વસનારો છે ?
આ કોણ સર્જનહારો છે ?
નદી, તળાવ ને સાગર બનતો,
એમાં એ પાણીડાં ભરતો,
આતે કેવો પાણિયારો છે ?
આ કોણ સર્જનહારો છે ?
શિયાળે ઠંડી થઇ પડતો,
ઉનાળે એ તાપ બનતો,
ચોમાસે તારણહારો છે,
આ કોણ સર્જનહારો છે ?
માણસ એને ગોતવા ને મથતો,
ક્યાં ગોતે ? જડે નહી રસ્તો,
એ નિરંજન નિરાકારો છે,
આ કોણ સર્જનહારો છે ?