સચિન તેંડુલકર
સચિન તેંડુલકર
હિમ્મત ધૈર્ય ને ધગસની તું છો પહેચાન,
પ્રિય સચિન તું તો છે ક્રિકેટનો ભગવાન.
તું ઉતરે મેદાન પર જયારે, ત્યારે આવે જાણે તોફાન,
ગુંજી ઉઠી મેદાન તારા નામથી, ગાયે સૌ તારા ગુણગાન.
કેટ કેટલા રેકોર્ડ તે તારા નામે કરાવ્યા,
ભલ ભલા ધુરંધરોને તે હંફાવયા.
સરળતા ને મેહનતના ગુણ છે તુજમાં,
તે અપાવ્યું રમતને સન્માન
તું છે ભારતનો અનમોલ રતન,
ને તુજછે ભારતની શાન.
ધન્ય છે આ ભારતની ભૂમિ,
જેણે બનાવ્યો તને મહાન,
કર્મ ને મેહનતનો સંદેશ આપ્યો સૌને,
કહેવાયો તું ક્રિકેટનો ભગવાન.