Vidhi Khokhar

Inspirational Others

3.8  

Vidhi Khokhar

Inspirational Others

થઈ ગયા...

થઈ ગયા...

1 min
83


સાવ સરળ હતા,

સંબંધોના સરવાળા મુજ ગણિતે

છતા જવાબો દખલગીરીના દાખલાના,

મુજ થી ખોટા થઈ ગયા.


ગજબનો ચિત્રકાર માનતો હું,

કિરદાર નિરખવામાં મારી જાતને

મારા જ ચિત્રમાં ક્યાંક કોઈની ચીંધેલ,

આંગળી ના લીસોટા થઈ ગયા.


વાટ તો મેં પણ જોઈ હતી,

પૂર્ણિમાના ચંદ્ર માફક ખીલવાની,

બદનસીબે ત્યાં અમાસના ગોટા થઈ ગયા.


અશ્રુભીંજેલ કાગળને કલમ,

કરે છે સંઘર્ષ આજ તુજ કાજે,

પારકાના પ્રશ્નો,

તારા સપનાથી પણ મોટા થઈ ગયા ?


Rate this content
Log in

More gujarati poem from Vidhi Khokhar

Similar gujarati poem from Inspirational