થઈ ગયા
થઈ ગયા


સાવ સરળ હતા સંબંધોનાં સરવાળા મુજ ગણિતે,
છતાં જવાબો દખલગીરીનાં દાખલાનાં મુજથી આજ ખોટા થઈ ગયાંં,
ગજબનો ચિત્રકાર માનતો હું કિરદાર નિરખવામાં મારી જાતને,
મારા જ ચિત્રમાં ક્યાંક કોઈની ચીંધેલ આંગળીનાં લીસોટા થઈ ગયાં.
વાટ તો મેં પણ જોઈ હતી પૂર્ણિમાનાં ચંદ્ર માફક ખીલવાની,
બદનસીબે ત્યાં અમાસનાં ગોટા થઈ ગયાં.
અશ્રુભીંજેલ કાગળ ને કલમ કરે છે સંઘર્ષ તુજ કાજે 'વિધાન' આજ,
પારકાનાં પ્રશ્નો તારા સપનાંથી પણ મોટા થઈ ગયાં ?