આઝાદીનો અવસર
આઝાદીનો અવસર


આઝાદીનો અવસર સૌ મનાવે દેશ આખામાં આજ,
ખરેખર આઝાદીનો ખરો ઉમંગ કયારે આવશે ?
ખાલી આઝાદ કહેવા પુરતા છીએ આપણે,
પરંતુ ડગલે ને પગલે શ્વાસ ઘુંટાય છે.
બેટી બચાવો બેટીપઢાવો અભિયાન હાથ ધરાય છે,
પણ દેશમાં બેટી કયાં સુરક્ષિત છે ?
પાખંડી અંહી સાધુ બની પૂજાય છે,
અત્યાચાર અને લુંટફાટ અને ગરીબીએ માઝા મુકી છે,
દેશછે વિરાંગના ઝાંસીની રાણી અને
સરોજીની નાયડુનો છતાંય સ્ત્રી ભૃણ હત્યા ?
આજના આધુનિક સમયમાં અંધવિશ્વાસ,
દિકરા, દિકરીના ભેદ,
કેમ દિકરીને દુનિયામાં આવતી રોકાય છે,
ખરી આઝાદી ત્યારે મળી લેખે લાગશે
જયારે સહુને એક સંમાન હક્ક મળશે,