હાલને રમીએ
હાલને રમીએ


હાલને એવી રમત રમીએ કે બંને જીતીએ.
હાલને એવી રમત રમીએ કે કોઈ ન હારીએ.
હારનારા તો થઈ ઉદાસને નિરાશામાં રમતા,
હાલને એવી રમત રમીએ કે આશા ન તજીએ.
જીતનારા ગજગજ ફૂલતાને ગાલ બજાવતા,
હાલને એવી રમત રમીએ કે અહમને ન વરીએ.
જિંદગી પણ છે એક રમત હારજીત આવતી,
હાલને એવી રમત રમીએ કે તાટસ્થ્ય રાખીએ.
આજનો રાજા કાલ રંક પણ બની જાય ખરો !
હાલને એવી રમત રમીએ કે માનવતા ન ચૂકીએ.