જીવવાનું છે
જીવવાનું છે


સમાજમાં દાખલારૂપ બનીને જીવવાનું છે.
આપણે આપણાં આચરણથી કહેવાનું છે.
ઉપદેશની ભાષા બધાને ગળે ન પણ ઊતરે,
જીવનમાં વર્તન દ્વારા કૈંક સમજાવવાનું છે.
લોકો કેવળ શબ્દોથી જ નથી અંજાવાના,
આપણાં પગલાં દ્વારા બદલાવ લાવવાનું છે.
ભાષણે શૂરા તો પોથીમાનાં રીંગણાં જેવા,
વિચાર, વાણીને વર્તને ઐક્ય સ્થાપવાનું છે.
સત્ય હંમેશાં જીવનગંગામાંથી જ સાંપડતું,
જીવીને કોઈ માટે ઉદાહરણરૂપ થવાનું છે.