ઉજવીએ
ઉજવીએ


ઉજવીએ ગણેશચતુર્થી ગજાનનને યાદ કરીને.
ઉજવીએ ગણેશચતુર્થી ગણપતિને યાદ કરીને.
વિઘ્નહર્તા દેવદયાળુ પ્રથમપૂજ્ય વિનાયક પ્રભુ,
ઉજવીએ ગણેશચતુર્થી સુંદર પંડાલ સજાવીને.
કરી ગણેશસ્થાપના ભજન કીર્તન સ્તુતિ સ્તવન,
ઉજવીએ ગણેશચતુર્થી બેસનના મોદક ધરીને.
શિવતનય હો સુખકારી સદા સાનુકૂળને સૂંઢધારી,
ઉજવીએ ગણેશચતુર્થી સિંદૂરને પુષ્પ સમર્પીને.
પિતા તમે લાભલક્ષનાને સંગ સિદ્ધિબુદ્ધિ નારી,
ઉજવીએ ગણેશચતુર્થી જય એમની બોલાવીને.