થઈ જશે
થઈ જશે
કાંટાળી ડગર પર ફૂલો તો વાવી જો,
કોઈ મુસાફરનો રસ્તો મહેકતો થઈ જશે.
દોસ્તો સંગ વાતો તો કરી જો,
તારી વાતોથી કાશ કોઈનું ઉદાસ હૈયું ખુશ થઈ જશે.
દિન દુઃખીયાની થોડી સેવા તો કરી જો,
કાશ કોઈની દુઆ થી તારું જીવન રોશન થઈ જશે.
તારી પ્રેમની ચાહતને ગઝલમાં વ્યકત તો કરી જો,
કાશ કોઈ પથ્થર દિલ પીગળીને મોમ થઈ જશે.
ચાહત છે જેના માટે એની પાસે ઈઝહાર તો કરી જો,
કાશ તેના હૈયે પણ તારા માટે પ્રીત જાગૃત થઈ જશે.
કોઈ રસ્તે રઝળી ગયેલા મુસાફિર ને મંઝિલ તો બતાવી દે,
કાશ તારી મુશ્કેલ રાહ પણ સરળ થઈ જશે.
