આત્મવિશ્વાસની તલવારથી
આત્મવિશ્વાસની તલવારથી
ચાલ આપણી હારને પણ જીતમાં પલટાવી દઈએ,
આત્મવિશ્વાસની તલવારથી,
આ જીવનનો જંગ જીતી લઈએ,
તોફાનોમાં ડૂબતી નાવને કિનારે લાવી દઈએ,
રણમાં પણ ગુલાબ ખીલાવી દઈએ,
ચાલ આત્મવિશ્વાસની તલવારથી આ નકારાત્મકતાના દુશ્મનનો નાશ કરી દઈએ,
ભાગ્યના અંધકારને પણ ઉજાસમાં ફેરવી દઈએ,
પરિશ્રમરૂપી પ્રસાદથી આ ભાગ્ય દેવતાને પણ રીઝવી લઈએ,
ચાલ આત્મવિશ્વાસની તલવારથી જીવનનો જંગ જીતી લઈએ,
આંસુને સ્મિતમાં પલટાવી દઈએ,
દુઃખને અલવિદા કહી સુખને આવકારી લઈએ,
ચાલ આત્મવિશ્વાસની તલવારથી જિંદગીનો જંગ જીતી લઈએ,
શું કહેશે સમાજ ?
એની બીક છોડી,
જાતને પ્રેમ કરી લઈએ,
સમાજનો ડર છોડી,
નવું સાહસ કરી લઈએ,
આત્મવિશ્વાસની તલવારથી જિંદગીનો જંગ જીતી લઈએ.
