મુસીબત સામે ઝૂકતી નથી
મુસીબત સામે ઝૂકતી નથી
સમસ્યાઓના સમાધાન માટે ભલે મારી પાસે કોઈ વિકલ્પ નથી,
પણ પર્વત જેવું અડીખમ મનોબળ રાખું છું,
મુસીબત સામે ઝૂકતી નથી,
આવરણ ભલે બરફ જેવું રાખું,
તોયે કોઈની મીઠી વાણીથી મિણની જેમ પિગળતી નથી,
હૈયે ભલે લાવા સળગતો હોય,
તોય સારા પણું ત્યજતી નથી,
બુંદ બુંદ માટે તરસુ છું,
તોયે વાદળીને કરગરતી નથી,
પહાડની જેમ અડગ મનોબળ રાખું છું,
મુસીબત સામે ઝૂકતી નથી,
હું પોતે જ સંગીત
હું પોતે જ સૂર છું,
લાગણીનો ધોધ છું,
પોતે જ કલા
અને પોતે જ લહેર છું,
હું પોતે જ આશા અને પોતે જ ઉમંગ છું,
જીવનમાં આવતી સમસ્યાઓથી નિરાશ હું થતી નથી.
