જીવી લે.
જીવી લે.
જો મળ્યો છે મનખા અવતાર તો જીવી લે
જે ના મળ્યું એનો અફસોસ કરવાને બદલે
જે મળ્યું એને માણી લે તારી જાતને જાણી લે
આ લાગણી હદયમાં ધરબીને જીવવાનો શું અર્થ ?
આમ તારી સુષુપ્ત લાગણીઓને જગાડી દે
હદયમાં સંબંધનો છોડ ઉગાડી દે
ખુદ ને પિછાણી લે
સપના ઓને શા માટે કર્યા તે મુઠ્ઠીમાં કૈદ ?
તારા સપનાઓને પાંખો આપી
વિશાળ ગગન માં ઉડવા દે
સપનાઓને એક નવી દિશા આપી દે
સગપણના બારણાં ખોલી દે
બહાર ઊભેલી લાગણીને અંદર પ્રવેશવા દે
હદયના બાગને પૂર્ણ મહેક આપી દે
