STORYMIRROR

Bharat Thacker

Inspirational Others

3  

Bharat Thacker

Inspirational Others

પાળિયા

પાળિયા

1 min
253

ગામ અને નગરના પાદરે આવેલા પાળિયાનો સાંભળો પુકાર

ભૂતપૂર્વ સમાજના રીત, રિવાજો અને માન્યતાઓનો કરાવે દિદાર,


સિંદુર અને કંકુથી સજ્જ રહેતા આ પાળિયા

લોકજીવન, લોકકથાઓ અને લોકજાતિઓનો કર્યો છે શણગાર,


અબોલ ભાસતા આ પાળિયાને સાંભળો દઈ ને કાન

ખુમારી અને શુરવીરો ના પરાક્રમોનો સંભળાશે એમાં ટંકાર,


સ્મારકો અને ખાંભી તરીકે પંકાતા પાળિયાઓમાં નથી માત્ર શિલાલેખ

સામાજિક માળખા અને દસ્તાવેજોનું કરાવી શકે છે સાક્ષાત્કાર.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational