લવ યુ જિંદગી
લવ યુ જિંદગી
રોજ તને ચાહું છું,
લવ યુ જિંદગી !
સંબંધો નિભાવું છું,
લવ યુ જિંદગી !
દુઃખ તો આવે ને જાય,
સુખમય જીવન વિતાવું છું,
લવ યુ જિંદગી !
નફરત ક્યારેય ફાવી નથી,
પ્રેમના બીજ વાવું છું,
લવ યુ જિંદગી !
સુંદર માનવદેહ મળ્યો છે,
હેતથી વધાવું છું,
લવ યુ જિંદગી !
