STORYMIRROR

જીતેન્દ્ર પરમાર

Inspirational

4  

જીતેન્દ્ર પરમાર

Inspirational

મળશે જ કિનારો

મળશે જ કિનારો

1 min
216

તું નાવ જીવનની હંકારતો જા,

મળશે જ કિનારો,

તું પ્રેમરસનો પ્યાલો ભરતો જા,

        મળશે જ પીનારો.


સંસારમાં દુઃખ તો આવે ને જાય,

એનાથી કંઈ નારાજ થવાય ?

તું ઈશ્વરને પોકારતો જા,

        મળશે જ એકધારો.


મોંઘા મૂલનું જીવન મળ્યું છે,

તો શીદને બળી જાય ?

તું આગ હૈયાની ઠારતો જા,

       મળશે જ સધિયારો.


રામ નામનો જાપ કરી લે,

આતમનું તું ધ્યાન ધરીલે.

તું લક્ષ્ય તારું સાધતો જા,

      મળશે જ અણસારો.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational