ગુરૂજી વટથી ફરે
ગુરૂજી વટથી ફરે
નિયમિત નિષ્ઠાથી કામ એ કરે,
સમયસર અભ્યાસક્રમ પૂરો કરે,
અધિકારી આવે તો વાત વાતમાં ડરે
તોયે ગુરૂજી મારા વટથી ફરે.
દરેક એકમ પછી કસોટી એ કરે,
કસોટી તપાસી પરિણામ તૈયાર કરે,
છતાં એને ગુણવત્તા નડે,
તોયે ગુરૂજી મારા વટથી ફરે.
શિક્ષણ સાથે બી.એલ.ઓ.નું કામ એ કરે,
વસ્તીગણતરી માટે દોડાદોડ કરે,
6,7,8ના ફોર્મમાં એ ગૂંચવાયેલો ફરે,
તોયે ગુરૂજી મારા વટથી ફરે.