અભાવ છે.
અભાવ છે.
માત્ર સમયનો જ અભાવ છે,
બાકી તમારા પ્રત્યે તો બહું ભાવ છે.
ને જરાક જો હસી લઉં,
તો બીજું કંઈ ના ધારતા,
અરે ! એતો મારો સ્વભાવ છે.
પ્રેમભર્યા શબ્દો પણ,
હવે તો કાળજે વાગે છે,
દિલમાં હજુય એક તાજો ઘાવ છે.
હું જેવો છું એવો જ કાયમ રહીશ,
ના ક્યારેય પણ બદલાઈ જઈશ,
પહેલેથીજ તમારો બહુ પ્રભાવ છે.
સફળતા-નિષ્ફળતા તો આવે ને જાય,
ક્યારેક જીત તો ક્યારેક હાર છે,
જિંદગી પણ એક મોટો દાવ છે.