STORYMIRROR

જીતેન્દ્ર પરમાર

Inspirational

4  

જીતેન્દ્ર પરમાર

Inspirational

ભાષા મારી ગુજરાતી

ભાષા મારી ગુજરાતી

1 min
386

હું તો પાક્કો ગુજરાતી,

મારી ભાષા ગુણવંતી,

એતો સર્વેના મુખે બોલાતી,

એવી ભાષા મારી ગુજરાતી.


મારી લાગણીની વાચા,

મારા ઘડતરની ભાષા,

એતો ઘડીકે ના વિસરાતી,

એવી ભાષા મારી ગુજરાતી.


માના ધાવણમાં બોલે

કોઈ ના આવે એની તોલે,

એતો આખી દુનિયામાં વખણાતી,

એવી ભાષા મારી ગુજરાતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational