STORYMIRROR

જીતેન્દ્ર પરમાર

Others

4  

જીતેન્દ્ર પરમાર

Others

અષાઢી મેઘ

અષાઢી મેઘ

1 min
224

રોમે રોમ ધબકારા બોલે

પ્રીતમના ભણકારા બોલે

કાળાં ડિબાંગ વાદળ જોઈ

તન-મનમાં હિંડોળા ડોલે,


મોર, પપીહા, કોયલ બોલે

નીર નદીના કલકલ બોલે

મેઘ અષાઢી આવ્યો જાણી

દાદુર ને વનરાયું ડોલે,


છલકાતું જોબનિયું બોલે

પ્રીત ભરેલું હૈયું બોલે

વરસાદી મહેંકને માણી

કંચનવર્ણી કાયા ડોલે.


Rate this content
Log in