પરિશ્રમના હથિયારને
પરિશ્રમના હથિયારને
નિષ્ફળતાને પણ સફળતામાં ફેરવી દઉં છું,
ઉદાસીની આગને પણ બાગમાં ફેરવી દઉં છું,
પરિશ્રમ સમુ હથિયાર છે મારી પાસે,
હારને પણ જીતમાં પરિવર્તિત કરી દઉં છું,
કોઈએ ફેંકેલા પથ્થરને પણ સીડી બનાવી લઉં છું,
કોઈની ટીકાને પણ પ્રશંસામાં ફેરવી દઉં છું,
પહાડ પણ સામે આવે તો ઠોકર લગાવી દઉં છું
પરિશ્રમના હથિયાર થકી જિંદગીનો હર એક જંગ જીતી લઉં છું,
કંટકથી હું ગભરાતી નથી,
આત્મવિશ્વાસના ફૂલો રાહમાં બિછાવી
મંઝિલને પણ મનાવી લઉં છું,
પરિશ્રમના હથિયાર થકી હારેલી બાજીને પણ જીતમાં પલટાવી દઉં છું,
હતાશાની હોળી કરી,
આત્મવિશ્વાસના અજવાળે,
સફળતાના શિખરને આંબી લઉં છું,
જીવનની દરેક ક્ષણે પરિશ્રમની તલવારને હું સાથ રાખું છું,
જીવનના હરેક જંગમાં વિજયી થવા પરિશ્રમના હથિયારને હું ધારદાર રાખું છું.
