જીવન પણ પતંગ જેવું
જીવન પણ પતંગ જેવું
જીવન પણ પતંગ જેવું,
દોર છે ઈશ્વરના હાથમાં,
ક્યારેક સફળતા રૂપી ગગનમાં વિહાર કરાવે,
તો ક્યારેક નિષ્ફળતારૂપી મેદાનમાં પછાડે,
દોર જેની પાયેલી મંજો જેનો મજબૂત,
એને ક્યાં કપાવાની બીક !
ઈશ્વર સાથે જોડાણ જેનું મજબૂત,
એને ક્યાં નિષ્ફળતાની ફિકર,
જીવન પણ પતંગ જેવું,
ક્યારેક આકાશે વિહરે,
ક્યારેક અગાસીએ અટવાઈ,
ક્યારેક વાયરમાં ગૂંચવાઈ,
ક્યારેક કોઈની હરીફાઈમાં નીચે પટકાઈ,
ક્યારેક ગુલાંટ ખાઈ,
ક્યારેક સૌથી ઊંચો ઊડે,
આ પતંગ પણ કેટલું શીખવે,
મજબૂત દોર જરૂરી,
ઢીલના સમયે ઢીલ જરૂરી,
સંબંધોમાં આવે ગૂંચવણ તો ઉકેલવી જરૂરી,
પતંગ સાથે દોરીનો મજબૂત સંબંધ પતંગને ટકાવી રાખે,
ઈશ્વર સાથેની ભરપુર આસ્થા,
ગમે તેવા સંજોગોમાં સ્થિર રાખે.