પરિવાર રૂપી દોર તું મજબૂત રાખ
પરિવાર રૂપી દોર તું મજબૂત રાખ
ઊડશે પતંગ ત્યાં સુધી,
જ્યાં સુધી દોરીનો સંગ હશે ત્યાં સુધી,
ગડથોલિયા ખાશે,
નીચે પડશે,
ફરી ઊંચે ચડશે,
પવનની સહાય હશે ત્યાં સુધી,
દોરીનું મજબૂત જોડાણ હશે ત્યાં સુધી,
અટવાશે,
ગુચાવશે,
જ્યાં ત્યાં અટકાશે,
પણ નહિ તૂટે,
જ્યાં સુધી એનું જોડાણ હશે દોરી સાથે,
ઊંચે આકાશે વિહરશે,
સફળતાની મજા માણશે,
જ્યાં સુધી દોરી સાથે એનું જોડાણ હશે,
આ પતંગ છે માનવી,
દોર એની પરિવાર છે,
જ્યાં સુધી પરિવારનો સાથ છે, ત્યાં સુધી જિંદગી એક તહેવાર છે.