તારલાઓ
તારલાઓ
જો ને આકાશ, કેવું ઝળહળે, ભરેલી જાણે ટોપલી,
કેવા હસે મધમીઠાં, ઊંધા લટકે, ઢોળાય નહી ટોપલી,
વિસ્તરે ક્ષિતિજે અનંત વ્યોમ મહીં, સફેદ રૂ ની ઢગલી,
ક્યાંક છૂટાછવાયા, તો ક્યાંક તારાની જાણે પોટલી,
હોય જો અમાસ ને વળી અંધારુ ઘનઘોર,
ચમકે આગિયા ને ખોવાયો ચંદરવો ચકોર,
વાયરો મંદ-મંદ વાય, ને જામ્યો ઠંડો પહોર,
અમાસનાં ટમટમતાં તારા, પ્રકાશ ચારેકોર.
