જીવન તો છે ઈશ્વરનું વરદાન
જીવન તો છે ઈશ્વરનું વરદાન
આ ઉડતા પંખીએ આપ્યું મને જીવનનું જ્ઞાન,
સંબંધોમાં વાડા વિના કેવું સુંદર જીવાય,
ના કાલ ની ફિકર ના આજની ફિકર,
ઈશ્વરના ભરોસે કેવું સુંદર જીવાય !
આ જીવન તો છે ઈશ્વરનું વરદાન.
આ ફૂલે આપ્યું મને મહત્વનું જ્ઞાન,
કરમાવાની સાથે ઈશ્વરે આપ્યું ખીલવાનું વરદાન,
બીજા માટે જીવવાની આપી એને મજાની રીત.
મિટાવી સ્વયં ને કેવું મહેકી જવાય છે !
બસ આમ જ દુનિયામાં રોશન થવાય છે,
આ ખળ ખળ વહેતી નદીએ આપ્યું મને જ્ઞાન,
જાણે આપી દીધું કોઈ અમૂલ્ય વરદાન,
આ ઝરણા એ આપ્યું મને સુંદર જ્ઞાન,
સતત વહેવાનું મને આપ્યું સુંદર જ્ઞાન,
પથ્થર પણ પીગળી જશે તમારા કર્મ તરફ આપો તમે ધ્યાન,
મળી જશે તમને સફળતાનું આસમાન.
આ બાગે આપ્યું મને સુંદર જ્ઞાન,
પાનખર સાથે આપ્યું ઈશ્વરે વસંતનું વરદાન.
શાને ચિંતા કરો તમે કાલની ?
ઈશ્વર જેવો છે તમારી પાસે બાગબાન !
આ સૂરજે આપ્યું મને સુંદર જ્ઞાન,
અસ્ત થવાની સાથે ઈશ્વરે આપ્યું છે ઉદયનું વરદાન,
તમે તો છો સો ભાગ્યવાન !
તમને તો આપ્યું ઈશ્વરે બુદ્ધિનું વરદાન !
કરીલો તમે પુરુષાર્થનાં વસ્ત્રોનું પરિધાન,
જવલંત સફળતા થઈ જશે તમારા પર કુરબાન.
આવે જો રસ્તામાં કોઈ અડચણ તો કરો મનોમંથન,
બસ ચાલ્યે રાખો કાચ માંથી બની જાશો તમે કંચન,
પ્રકૃતિએ આપ્યું મજાનું સુંદર જ્ઞાન,
લાગ્યું જાણે જીવન છે ઈશ્વરનું વરદાન.
