કુદરતની વાત લઈને બેઠી છું
કુદરતની વાત લઈને બેઠી છું
કુદરતની વાત લઈને બેઠી છું,
કુદરતે સર્જેલી નોખી નોખી ભાત લઈને બેઠી છું,
ઘણી કોશિશ કુદરત વિશે લખવાની,
છંદ કાફિયા રદિફ મળ્યા નહિ,
શબ્દો બધા રિસાઈ ચાલ્યા ગયા,
કેમ લખવું કુદરત વિશે,
એ વિચારમાં હું બેઠી છું,
ભૂલીને ભાન સઘળું,
ઈશ્વર સાથે હૃદયના તાર જોડી,
ઈશ્વરમય બનીને બેઠી છું,
પાંદડાઓના પાલવમાં સંતાઈ ને બેઠી આ રાતરાણી,
મહેકે માણીગર મોગરો,
જો ને આ ચમેલી બિછાવે સફેદ ચાદર,
કંટકો વચ્ચે પણ ખીલી ગુલાબ માહેકાવે પૂરો બાગ,
ફૂલોની આખી નાત લઈને બેઠી છું,
કુદરતની હું વાત લઈને બેઠી છું,
સવાર સવારમાં આ હરખપદૂડો સૂરજ
સોનેરી કિરણોનો ભારો લાવે,
આ ફૂલોનું મો મલકે,
ધરતી પૂરી સુખોથી છલકે,
કુદરતના સાનિધ્ય મળતા અદભુત સુખનું સરનામું લઈને બેઠી છું.
