STORYMIRROR

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

ચાહત છે તો, જીવન છે

ચાહત છે તો, જીવન છે

1 min
292

વિસર્જન થવું નિશ્ચિત છે,

છોડીને જવું, અફર છે !

જીવી લે, મસ્તીથી યાર, 

કાલની ક્યાં, ખબર છે ?


સંઘર્ષ જીવનમાં કાયમ છે,

ક્યારેક ઉપર તો, ક્યારેક નીચે છે !

રમી લે હિંમતથી યાર,

સાપસીડીની, એ રમત છે !


હાર જીત, એ તો ક્રમ છે,

ગુમાવ્યાનો છો, રંજ છે !

શીખી લે, નવું કંઈક યાર,

અનુભવ તો, જીવનનું ભાથું છે !


હૃદય છે તો, આઘાત છે,

ક્યારેક ધિક્કાર, તો ક્યારેક “ચાહત” છે !

મનાવી લે, રુઠેલાઓને યાર,

“ચાહત” છે તો, જીવન છે !


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational