કુદરત
કુદરત
જગતમાં કુદરત સૌથી મોટો કલાકાર,
એની દરેક કૃતિનો છે અલગ આકાર,
હોય સવાર કે હોય રાત્રિ,
હોય સૂરીલી સંધ્યા કે,
હોય મજાની વરસાદી સંધ્યા,
આકાશના કેનવાસ પર દોરે મજાનું સપ્તરંગી મેઘ ધનુષ્ય,
કુદરત છે સૌથી મોટો ચિત્રકાર,
ના એને પિયાનાની જરૂરત,
ના એને હાર્મોનિયમની જરૂરત,
ના એને ગિટારની જરૂરત,
એની વરસાદની રીમઝીમ
એના ઝરણાનો ઝણકાર,
પંખીનો મધુર કલશોર
આ સૂરીલી હવાનું સંગીત,
આ માનવીનાં હૃદયમાં ધબકારનું સંગીત
આમ કુદરત છે સૌથી મોટો સંગીતકાર,
ધરતીની ડાયરી પર વર્ષાની શાહીથી
લખી સુંદર ગઝલ
ફૂલોના લઈ છંદ,
પાંદડાઓના લઈ અલંકાર,
વન ઉપવનમાં છે,
કવિતા ગઝલનો ભંડાર,
કુદરત છે સૌથી મોટો ગીતકાર,
વણ થંભે રચ્યો આસમાન
કુદરત છે સૌથી મોટો આર્કિટેકચર,
કેટલીય રચનાઓ કરી,
તેમાં સપનાઓ ભરી,
નવા નવા પ્રકરણ સર્જી,
રચ્યો વાર્તાનો ભંડાર,
કુદરત છે સૌથી મોટો વાર્તાકાર,
કોઈ જોકર
તો કોઈ હીરો છે,
આ દુનિયાનાં સ્ટેજ પર કોઈ હીરો છે,
કુદરત છે સૌથી મોટો ડાયરેક્ટર,
કુદરત છે સૌથી મોટો કલાકાર,
સૌ માનવી છે અહીં એના કિરદાર.
