જિંદગી એક રહસ્યમય નવલકથા જેવી
જિંદગી એક રહસ્યમય નવલકથા જેવી
જિંદગી એક રહસ્યમય નવલકથા જેવી,
હર એક નવો દિવસ નવું પ્રકરણ છે,
ક્યારે શું થવાનું ક્યાં ખબર છે,
ક્યારેક આનંદ,
ક્યારેક ઉદાસી,
ક્યારેક ઉતેજના,
ક્યારેક જીતની ખુશી,
ક્યારેક હારનો ગમ,
ક્યારેક કંઈક મળ્યાની ખુશી,
ક્યારેક કંઈક ગુમાવ્યા નો ગમ
રહસ્યમય નવલકથા જેવી છે આ જિંદગી,
ક્યારે કયા મોડ પર લઈ જશે શી ખબર ?
નવલકથા વાચવા પન્નું બદલવું પડે,
એમ જિંદગીમાં પણ આગળનું ભૂલીને સમય સાથે ચાલવું પડે,
આપણે છીએ, આ નવલકથાનું પાત્ર,
ઈશ્વર છે લેખક,
એની ઈચ્છા એની મરજી,
પ્રમાણે ચાલે આ જીવન,
પણ હરેક દિવસ ને નવો દિવસ સમજી,
નવી શરૂઆત કરવી,
આજે ઉદાસી તો કાલે ખુશી આવશેે,
આજે છે પાનખર તો કાલે બહાર આવશે,
જિંદગીનું પ્રકરણ નવી ખુશી નવો તહેવાર લાવશે,
તું છે વાર્તાનો હીરો,
તારી છે હંમેશા જીત,
રાખ તું, તારા દરેક પ્રકરણ પ્રત્યે પ્રીત,
જિંદગીની લડાઈમાં થશે તારી જીત.
