વિધાતાના લેખ
વિધાતાના લેખ


લેખ વિધાતાએ જે લખી નાખ્યા, પછી કદી યે નહીં ફરે,
મધદરિયે ડૂબતી નૈયા પણ, ખુદાના ભરોસે ફરી તરે.
પીવું શું ને નહીં શું, એ જ્યારે બીજું કોઈ નક્કી કરે,
હોઠ સુધી આવીને પણ, અચાનક જામ પાછો ફરે.
જરૂરી છે પરિશ્રમના પરસેવે નહાવું, સિધ્ધિ પછી વરે, કે ન વરે,
કહ્યું છે માટે જ સાચું કોઈએ, ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.
હોય ભલે ઊંચે આભમાં જડેલાં, તારલા પણ ક્યારેક તો ખરે,
વધી ગયેલા ભારનું કારણ, પછી ભલે તે આડું ધરે.
હોય મહેનત અને શ્રધ્ધાનો સંગમ જે ઘરે,
રહીને તેમાં જિંદગી જીવવામાં, કોઈ કદી ન ડરે.
ભક્તિમાં જો લીન થઈને, ધ્યાન પ્રભુનું ધરે,
ખુશી ને આનંદ માત્ર કરે, દુઃખડા મનના સર્વ હરે.
મળી રહ્યાં હોય જો સુખ, શાંતિ, સમૃદ્ધિ, આજ રાહત દરે,
ભરી લો તિજોરી, કે બોજ શીર પરથી જે સરે.
થશે ન્યાય એમનો પણ, છોડી દો સૌ વેદના, અને વ્યથાને પરે,
છે નિયમ સત્ય એ કુદરતી, જેવું કરે, તેવું ભરે.
વહાલ કરતી મા નીજ શીશુને, આંખમાંથી કરુણા ઝરે,
પહોંચી છે શબ્દોની રચના, કોઈ એવા સ્તરે.