મધુર યાદો
મધુર યાદો
મળશે જો યાદો મધુર, હૃદયમાં અકબંધ રાખીશ,
કરશે જો મન કદી, વાગોળવાનો પ્રબંધ રાખીશ.
લાગણીની વાત જો કરશો તમે, બોલવાનું હું બંધ રાખીશ,
અધૂરા અક્ષરોને પૂરા કરી, નામ તેનું સંબંધ રાખીશ.
લાગણીઓ પર તમારી, વિશ્વાસ હું અંધ રાખીશ,
તમે જેવો રાખશો તેવો, હું તો સારો જ સંબંધ રાખીશ.
ખીલેલા ફૂલની જેમ, મસળો તોય સુગંધ આપીશ,
મળશે જો યાદો મધુર, હૃદયમાં અકબંધ રાખીશ.