Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational

4.9  

Nana Mohammedamin

Inspirational

યાર બનું હું

યાર બનું હું

1 min
476


હોય કોઈ દુ:ખ તો બોલ ભાગીદાર બનું હું,

બોલ આવતા વરસાદ સામે છત્રી બનું હું.


યાર આમ એકલો ચૂપચાપ ના રહીશ તું,

વાતો કરને મને એટલે એમાં સંવાદ બનું હું.


વાતો કરતો નહીં કોઈ સવાર-સાંજની તું,

કરને વાત અંધકાર વિશે તો પ્રકાશ બનું હું.


થાય અવિશ્વાસ તો ડગમગતો નહીં તું,

રાખજે થોડોક વિશ્વાસ તો કિનારો બનું હું.


મૂંઝવણ અંદરો અંદર રાખીશ નહીં તું,

હોય કોઈ પ્રશ્ન તો બોલ તેનો જવાબ બનું હું.


પાનખરથી કદી નિરાશ થતો નહીં તું,

હાથ મારો પકડી લે જેથી વસંત રૂપી સહારો બનું હું.


સાથ છોડનારા પાછળ ભાગીશ નહીં તું,

કહેજે "નાના"ને તારો સાથ આપવા સાથીદાર બનું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational