હીબકાં
હીબકાં
દિલના એક ખૂણામાં એ હીબકાંઓ સંભળાય છે,
પ્રેમ થયો હતો મને એમની યાદો આજ સંભળાય છે....
અનંત પ્રણયની વાતો હતી ને પ્રેમભરી રાતો હતી,
પણ વિરહની વાત જાણી આજ ફૂલો પણ કરમાય છે...
બગીચાનું ગુલાબ બનીને એ ફૂલ પણ આજ મુસ્કાય છે,
કાંટા વચ્ચે જોને વ્હાલી એ ગુલાબ પણ કેવું મુસ્કાય છે...
મદમસ્ત બનેલા એ પંખીડાઓ આલિંગનમાં સમાય છે,
એકબીજાના અધરો પર એ હોઠ કેવા બીડાય છે...
ખળખળ વહેતા નીરમાં એ પ્રેમ ગીત સંભળાય છે,
ભેટી પડતા એમને આજે નયનો ઝૂકી જાય છે...
મિલન થયું વર્ષો બાદ આજ હૈયું પણ મલકાય છે,
સૂનું પડેલું એ દિલ પણ આજે જોને આમ જ વળ ખાય છે...
યાદ કરીને એ શમણાંને આ દલડું કેવું હરખાય છે,
દિલના એક ખૂણામાં જાણે હીબકાંઓ સંભળાય છે....
