મરહમ
મરહમ


આંસુઓ તો, લાગણીઓનું અતિક્રમણ છે,
આંસુઓનું ઉદગમ સ્થાન, દિલરુપી સમરાંગણ છે,
આંસુઓ તો હોય છે આપણા દિલનું દર્પણ,
આંસુઓ તો લાગણીઓનું સમર્પણ છે,
દુનિયાભરના દુખઃદર્દથી દિલ થાય ભારી છે,
દિલને હળવું કરવા, આંસુ એક બારી છે,
આંસુઓ તો હોય છે આપણા દિલનું દર્પણ,
આંસુઓ તો કુદરતથી મળેલ બલિહારી છે,
આંસુ અને સ્મિતનું ક્યારેક થાય અનેરું સંગમ છે,
કન્યા વિદાયના આંસુઓ, ખુશી અને ગમની સરગમ છે,
આંસુઓ તો હોય છે, આપણા દિલનું દર્પણ,
આંસુઓ તો ઘણા બધા દુઃખોનું મરહમ છે.
આમ જોવા જઇએ તો આંસુ એક ખારું પાણી છે,
વગર આંસુઓએ, ક્યાં કોઇએ જિંદગી જાણી છે,
આંસુઓ તો હોય છે આપણા દિલનું દર્પણ,
આંસુઓ તો, આપણી ભાવનાઓની ઉજાણી છે.